જિલ્લા શિક્ષણાધિકારીશ્રી
જુનાગઢ

અગત્યનું

યૂજ઼રનુ નામ :  
પાસવર્ડ :  
 
 
DEO Junagadh | Junagadh Information

જુનાગઢની માહિતી

જૂનાગઢ જિલ્‍લો પ્રથમ નજરે
ક્ષેત્રફળ ચો.કિ.મી. - 8782.07 ચો.કિ.મી.

ભૌગોલિક સ્‍થાન
20.44 થી 21.40 ઉતર અક્ષાંશ અને 69.40 થી 71.05 પૂર્વ અક્ષાંશ આ જિલ્‍લાની પૂર્વ દિશામાં અમરેલી, ઉત્તર દિશામાં જામનગર અને રાજકોટ, પશ્ર્ચિમ દિશામાં પોરબંદર જિલ્લાઓ તેમ જ દક્ષિણ દિશામાં અરબી સમુદ્ર આવેલો છે.

તાલુકા

જૂનાગઢ, વિસાવદર, વંથલી, ભેંસાણ, માણાવદર, વેરાવળ, તાલાળા, સુત્રાપાડા, કોડીનાર, કેશોદ, માળિયા, માંગરોળ, ઉના અને મેંદરડા.

ગામોની સંખ્‍યા - 1032.

જુનાગઢ તાલુકાનાં ગામો

આંબલીયા * આણંદપુર * અવતડીયા મોટા * અવતડીયા નાના * બાદલપુર * બગડુ * બલીયાવાડ * બામણગામ * બંધાળા * બેલા * ભલગામ-મોટા * ભવનાથ * ભિયાળ * બિલખા * ચોબારી * ચોકી * ચોકલી * ચોરવાડી * ડેરવાણ * દોલતપરા * ડુંગરપુર * ગલીયાવાડા * ગોલાધર * હસ્નાપુર * ઇંટાળા * ઇસાપુર * ઇવનગર * જાંબુડી * જામકા * જાલણસર * ઝાંઝરડા * કાથરોટા * કેરાળા * ખડીયા * ખલીલપુર * ખામધ્રોળ * મજેવડી * માખીયાળા * માંડણપરા * મંડલીકપુર * મેવાસા-કમરી * મેવાસા-ખડીયા * નવા પીપળીયા * નવાગામ * પાદરીયા * પલાસવા * પાતાપુર * પત્રાપસર * પ્રભાતપુર * રામેશ્વર * રામનાથ * રૂપાવટી * સાગડીવિડી * સળાથા * સાંખડાવદર * સરગવાડા * સેમરાળા * સોડવદર * સુખપુર * તલીયાધર * થુંબાળા  * તોરણીયા * ઉમરાળા * વડાલ * વાડાસીમડી * વધાવી * વાણંદીયા * વિજાપુર * વિરપુર*

વસતિ

કુલ - 24,48,173. પુરુષ - 12,52,350. સ્‍ત્રી - 11,95,823.
જાતિ પ્રમાણ - દર હજાર પુરુષે ૯પપ સ્‍ત્રીઓની સંખ્‍યા છે.
વસતિ વૃદ્ધિ દર - 17.08 ટકા છે.
શહેરી વસતિ - 7,25,458.
ગ્રામ્‍ય વસતિ - 17,22,715.
સાક્ષરતા દર - મહિલાઓ - 56.92, પુરુષ - 79.37

મુખ્‍ય વસતિ
હ્લ|મણ પટેલ, કોળી, આહિર, કારડીયા, મેર, રબારી, મુસ્‍લીમ, દલીત.સંધિ(ગામેતિ)

શિક્ષણ

શિક્ષણ સંસ્‍થાઓ
પ્રાથમિક શાળાઓ - 1290. માધ્‍યમિક શાળાઓ - 343. ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓ - 114 કોલેજ - 16

યુનિવર્સિટી
ગુજરાત કૃષિ યુનિવર્સિટી, સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટી

લોકમેળા

મહાશીવરાત્રી, ગિરનારની પરિક્રમા, અષાઢી બીજનો પરબનો મેળો, સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાનો મેળો, ચોરવાડ ખાતે ઝુંડનો મેળો, ખોરાસા, વ્‍યંકટેશ્ર્વર મંદિરનો મેળો, ઉપલા દાતારનો ઉર્સનો મેળો.

જિલ્લાનાં જોવાલાયક સ્‍થળો

જૂનાગઢ શહેરમાં - સકકર બાગ પ્રાણી સંગ્રહાલય, નરસિંહ મહેતાનો ચોંરો, ઉપરકોટપ દરબાર હોલ મ્‍યુઝીયમ, મકબરા, ગિરનાર પર્વત અને તળેટીના ધા‍ર્મિક સ્‍થાનો, દામોદર કુંડ, અશોકનો શિલાલેખ, ઉપરાંત સાસણગિર અને ગિરના જંગલોમાં એશીયાટીક લાયન, પ્રસિધ્‍ધ સોમનાથ મંદિર, પરબવાવડી, તુલશીશ્‍યામ, ગિર મધ્‍યે કનકાઇ, નવું ચેખર, બાણેજ, હોલીડે-કેમ્‍પ અને અહેમદપુર માંડવી.

શ્રી કૃષ્ણનાં લાડીલા ભક્ત શ્રી નરસિંહ મહેતાનુ જુનાગઢ સંત સતી અને શુરવીરોના ઐતિહાસીક શહેરને ગિરનાર નો આશ્રય મળેલો છે. મુચકન્દ રાજાના હસ્તે કાલયૌવન(કલ્યવાન) નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહિંયા પધારે છે. ત્યાં પવીત્ર દામોદર કુંડ આવેલો છે. પ્રાચીન સમયના મહારાજા સમ્રાટ અશોકનો શીલાલેખ પણ આવેલો છે. ચંપારણ્યથી શ્રી મહાપ્રભુજી અહિ પધારે છે. અહિ ભગવત ચીંતન અને પારાયણ કરે છે.તથા છપૈયા થી શ્રી નિલકંઠવર્ણી મહરાજ અહિ પધારે છે અને સંત શ્રી રામાનંદ સ્વામિ ને ગુરુ ધારણ કરે છે તથા સહજાનંદ સ્વામિ નામ ધારણ કરે છે. શ્રી નરસિંહ મહેતા તથા શ્રી રામાનંદ સ્વામિ જેવા સંતો, શ્રી રાણકદેવી જેવા સતી અને રા' નવઘણ જેવા શુરવીરો આ ધરતીના અમુલ્ય માનવ રત્નો છે. રાનવઘણે પોતાની ધર્મની બહેન ની રક્ષા માટે સિન્ધમાં ત્યાંની પાપી સત્તા સામે ધર્મયુધ્ધ લડી ને વિજય મેળવ્યો હતો.

કોર્પોરેટ વિશ્વ ની એક ધુરંધર હસ્તિ ધીરુભાઈ અંબાણી નો જન્મ જુનાગઢ જિલ્લાના ચોરવાડ ગામે થયો હતો. તેમણે અહીં શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદીર શાળામાં અભ્યાસ કર્યો હતો.

શહેરનાં જોવા લાયક સ્થળો

ઉપરકોટ જુનાગઢની મધ્યમાં આવેલો આ કિલ્લો ત્રીજી સદીમાં મોર્ય સામ્રાજ્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે અંદાજે આઠમી સદી સુધી તેમના કબજામાં રહ્યો હતો. ત્યારબાદ આ કિલ્લો અનુક્રમે સોલંકી અને મુઘલ રાજાઓના કબજામાં હતો.ઉપરકોટ્ ના કિલ્લામા અડીચડીવાવ,નવઘણકુવો,બૌધગુફાઓ,રાણકદેવી નો મહેલ(જામા મસ્જીદ),નિલમ તથા કડાનાળ તોપ,અનાજ ના કોઠારો તથા સાત તળાવ થી ઓળખાતો વોટર ફીલ્ટર પ્લાન્ટ જોવા લાયક સ્થળો છે.

ભીમકુંડ અને સૂરજ કુંડ ગિરનારમાં ઘટી ઘટુકો નામે સ્થળની પાસે પ્રાચીન ‘ભીમ કુંડ’ આવેલો છે. આ ઉપરાંત ‘સુરજકુંડ’ પણ આવેલો છે. કોટમાંથી ઉપર ચડતાં રાજુલગુફા આવે છે અને આગળ સાતપુડાનું ઝરણું આવે છે ત્યાં પણ એક નાનો કુંડ છે.

કપિલધારા કુંડ અને કમંડલ કુંડ સાચા કાકાની જગ્યા પાસે મહાકાલીની ભવ્ય મૂર્તિ અને ‘કપિલધારા’ નામે કુંડ છે. ત્યાંથી ગુરુ દત્તાત્રય તરફ જતા માર્ગમાં ‘કમંડલ કુંડ’ આવે છે.

સીતા કુંડ અને રામ કુંડ હનુમાનધારા પાસે જ્યાં સીતામઢી અને રામચંદ્રજીનું મંદિર છે ત્યાં ‘સીતા કુંડ’ અને ‘રામ કુંડ’ આવેલા છે.